વેસ્ટર્ન કલ્ચરની અતિશયોક્તિની કઠણાઈ, અમેરિકામાં સ્કૂલ ફાયરિંગ દરમિયાન ૪ના મોત અને ૯ ઘાયલ
સમરીઃ
અમેરિકાનું વેસ્ટર્ન કલ્ચર તેના નાગરિકો માટે ખતરો બનીને તોળાઈ રહ્યું છે. જ્યોર્જિયાની એક શાળામાં ફાયરિંગની ઘટના ઘટી જેમાં ૪ના મૃત્યુ થયા અને ૯ ઘાયલ થયા છે.
સ્ટોરીઃ
અમેરિકાના જ્યોર્જિયાની એક શાળામાં એક વિદ્યાર્થીએ તેના સહપાઠીઓ પર ગોળીબાર કર્યો. આ ફાયરિંગમાં 4 લોકોના મોત થયા હતા જ્યારે ૯ લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ જો બિડેને આ ગોળીબારની ઘટનામાં પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અમેરિકાના જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા ક્લાસમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં ૨ વિદ્યાર્થીઓ સહિત ૪ લોકોના મોત થયા હતા જ્યારે ૯ ઘાયલ થયા હતા. ફાયરિંગ કરનાર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ જો બિડેને આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે અમે તેને સામાન્ય તરીકે સ્વીકારી શકીએ નહીં. ગોળીબાર સ્થાનિક સમય અનુસાર સવારે 9:45 વાગ્યે ક્લાસરૂમમાં થયો હતો. શંકાસ્પદ હુમલાખોર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અને તેની ઓળખ 14 વર્ષીય કોલ્ટ ક્રે તરીકે થઈ છે. આરોપી જ્યોર્જિયાના વિંડરમાં સ્થિત અપલાચી હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે.