“વિદેશ મંત્રી એસ. જયશંકર: પાકિસ્તાન સાથે વાતચીતનો સમય પૂરો થયો, સંબંધી નવો પ્રયાસ હવે જરૂરી નથી”

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીતનો સમય હવે પૂરો થઈ ગયો છે. આ નિવેદન તેમણે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહ દરમિયાન આપ્યું. જયશંકરે વધુમાં કહ્યું કે, દરેક બાબત માટે એક સમય હોય છે અને કેટલીક બાબતોનો અંત આવે છે. જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો હવે સમાપ્ત થઈ ગયો છે, કારણ કે કલમ 370 દૂર કરવામાં આવી છે.
જયશંકરે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે કોઈ નવા સંબંધો બનાવવા અંગે વિચારવું હવે તાત્કાલિક જરૂરી નથી. પાકિસ્તાનને જો સંબંધોને સુધારવા હોય તો તેમને યોગ્ય વલણ દાખવવું પડશે.
અહી પણ જોવો : elon-musk-faces-deadline-from-brazil-x-could-be-shut-down-in-24-hours
એમણે એ પણ ઉમેર્યું કે ભારત કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે, ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક. પાકિસ્તાને સીમા પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું પડશે, ત્યારે જ સમર્થન અને વાતચીત શક્ય બની શકે.
બાંગ્લાદેશ અંગે પણ જયશંકરે જણાવ્યું કે, ભારત બાંગ્લાદેશમાં જોરદાર રીતે નજર રાખી રહ્યું છે અને ત્યાંની તત્કાલીન સરકાર સાથે કામ કરવા સક્ષમ છે.