વડાપ્રધાન મોદીની સિંગાપોર યાત્રાની ફળશ્રુતિ, મહત્વના ૪ કરાર ભારતને ફળશે

સમરીઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ વચ્ચે આજે સૂચક મુલાકાત થઈ છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ૪ મહત્વના કરાર થયા છે. જેમાં ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, આરોગ્ય અને તબીબી ક્ષેત્રોને આવરી લેવાયા છે.

સ્ટોરીઃ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોરના પ્રવાસે છે. સિંગાપોરના વડાપ્રધાન અને મોદી વચ્ચે થયેલ મુલાકાત ભારત માટે ફળદાઈ રહી છે. આ મુલાકાત દરમિયાન ૪ મહત્વના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
બંને દેશોના વડાપ્રધાનની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરતા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, આરોગ્ય અને તબીબી ક્ષેત્રો અને શૈક્ષણિક સહયોગ અને કૌશલ્ય વિકાસ પર આધારિત છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘સિંગાપોર દરેક વિકાસશીલ દેશ માટે એક પ્રેરણા છે. અમે પણ ભારતમાં અનેક સિંગાપોર બનાવવા માંગીએ છીએ અને મને ખુશી કે છે આપણે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ.’
સિંગાપોરની સેમિકન્ડક્ટર કંપનીઓ ભારતમાં રોકાણ સંબંધિત એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ, ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણમાં કૌશલ્ય વિકાસ માટે પણ બંને દેશો દ્વારા કરાર કરવામાં આવ્યા છે.