રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં હવે ઓફલાઈન પ્રવેશ અપાશે
સમરીઃ
ગુજરાતની ડિગ્રી એન્જિનીયરિંગ કોલેજોમાં ઓનલાઈન પ્રવેશના ૩ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. હજૂ પણ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલ બેઠકો પર વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ આપવામાં આવશે. જેમાં રાજ્યના અને રાજ્ય બહારના જેઈઈ-ગુજકેટ ન આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ તક અપાશે.
સ્ટોરીઃ
ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ એન્જિનીયરિંગ કોલેજોમાં ઓનલાઈન પ્રવેશના ૩ રાઉન્ડ પૂર્ણ થયા છે. જો કે ખાલી પડેલ બેઠકોને હવે સરકાર ઓફલાઈન પ્રવેશ આપીને ભરશે.
ઓફલાઈન રાઉન્ડમાં પ્રવેશ વખતે પર્સનલી કાઉન્સેલિંગ તેમજ આ વર્ષ અને અગાઉ વર્ષના ગુજકેટ અને જેઈઈ ન આપી હોય તેવા વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.
ડિગ્રી ઈજનેરી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજીસમાં સિવિલ, મીકેનિકલ, ઈલેક્ટ્રિકલ જેવી બ્રાન્ચિસમાં ૧૨૦૦થી વધુ બેઠકો ખાલી રહી છે. જેમાં પ્રવેશ સમિતિ હવે ઓફલાઈન પ્રવેશ આપવાની વેતરણ કરશે.
ઓફલાઈન રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભર્યા બાદ મેરિટ મુજબ પ્રવેશ સમિતિ વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવીને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરશે.