સમરીઃ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંદર્ભે રાહુલ ગાંધી પ્રચાર કરવા સાંગલી પહોંચ્યા હતા. તેમણે સાંગલીમાં જનસભા સંબોધન દરમિયાન મણિપુરની હિંસા માટે ભાજપને સીધી જવાબદાર ઠેરવી છે.
સ્ટોરીઃ
આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે ગુરુવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ આજે સાંગલીમાં જનસભાને સંબોધીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.
સાંગલીમાં જનસભાને સંબોધતા રાહુલે કહ્યું કે, દેશમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. અમે પ્રેમની રાજનીતિ કરીએ છીએ, નફરતની નહીં. ભારતીય જનતા પાર્ટીએ મણિપુરમાં આગ લગાવી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસની વિચારધારા મહારાષ્ટ્રના ડીએનએમાં છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં લોકસભામાં કોંગ્રેસ જાતિની વસ્તી ગણતરી કરશે તેમ કહ્યું છે. અમારું ગઠપબંધન આ કાર્ય પૂર્ણ કરશે. રાહુલે કોંગ્રેસના કાર્યકરોને સિંહ ગણાવ્યા હતા. તેમણે શિવાજીની પ્રતિમા બનાવવાનો કોન્ટ્રાક્ટ ખોટા વ્યક્તિને આપવામાં આવ્યો હતો તેમ કહ્યું હતું.