Justnownews

બોમ્બે હાઈકોર્ટ તરફથી કંગના રાણાવતને મોટો ઝટકો, સેન્સરબોર્ડને ઈમરજન્સી ફિલ્મને પ્રમાણપત્ર ન આપવા કર્યો આદેશ

સમરીઃ

કંગના રાણાવતની બહુચર્ચિત, મોસ્ટ અવેટેડ અને વિવાદાસ્પદ ફિલ્મ ઈમરજન્સી કાયદાની ગૂંચમાં ફસાઈ ગઈ છે. હવે બોમ્બે હાઈકોર્ટે ઈમરજન્સી ફિલ્મ માટે સેન્સરબોર્ડને પ્રમાણપત્ર ન આપવાનો આદેશ કર્યો છે.

સ્ટોરીઃ

બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ ઈમરજન્સી માટે તાત્કાલિક સુનાવણી હાથ ધરીને સેન્સર બોર્ડને ફિલ્મને પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કર્યો છે. આ આદેશ પર કંગના રાણાવતે પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું કે, મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

ફિલ્મ ‘ઇમર્જન્સી’ની રિલીઝ ડેટ 6 સપ્ટેમ્બર છે, પરંતુ ફિલ્મ તેની નિર્ધારિત રિલીઝ ડેટ પર રિલીઝ થવાની નથી. ફિલ્મની રિલીઝ બે અઠવાડિયા લંબાવવામાં આવી છે. કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ પર શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

મણિકર્ણિકા અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ દ્વારા ઈમરજન્સી દૂર કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં ઘા નંખાઈ હતી. ઈમરજન્સીના નિર્માતાઓએ કોર્ટને અપીલ કરી કે સેન્સર બોર્ડને ફિલ્મનું પ્રમાણપત્ર વહેલામાં વહેલી તકે જારી કરવાનો આદેશ આપે.

Exit mobile version