Justnownews

ફ્રાન્સની શાસનધૂરા સંભાળશે મિશેલ બાર્નિયર, નવા પીએમ સામે છે અનેક પડકારો

સમરીઃ

ફ્રાન્સ નવા પીએમ બન્યા છે પીએમ મિશેલ બાર્નિયર. જો કે બાર્નિયર સામે રાજકીય ઉપરાંત અનેક આંતરિક પડકારો છે. જેમાં ફ્રાન્સમાં એક્તા લાવવી તેમજ ચૂંટણી ટાણે પડેલ મડાગાંઠ ઉકેલવી.

સ્ટોરીઃ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને આજે શુક્રવારે નવા પીએમની જાહેરાત કરી છે. મેક્રોએ પીએમ મિશેલ બાર્નિયરને મોટી જવાબદારી સોંપી છે, આમાં ફ્રાંસને એક કરવાનું અને ચૂંટણી પરિણામ પછી પૈદા થયેલી રાજકીય મડાગાંઠને ઉકેલવાનો છે.

રાષ્ટ્રપતિના નિવેદન અનુસાર ‘મિશેલને દેશ અને ફ્રેન્ચ લોકોની સેવા કરવા માટે એક્તાપૂર્ણ સરકાર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. નવા વડાપ્રધાનનો કાર્યકાળ સ્થિર રહેશે તેવી જ આશા રાષ્ટ્રપતિ મેક્રોએ વ્યક્ત કરી છે.

મિશેલ બાર્નિયેરની સામે સૌથી મોટો પડકાર સરકારને ટકાવવાનો છે. આ ઉપરાંત વર્ષ-2025ના બજેટ અનુસાર નિર્ણયો લેવાના છે. બાર્નિયર વર્તમાન સમયમાં 73 વર્ષના થઈ ગયા છે અને ફ્રાંસની આધુનિક રાજનીતિના ઈતિહાસમાં સૌથી ઓછી ઉંમરના વડાપ્રધાન બન્યા છે.

Exit mobile version