Wednesday, January 14, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeSportsપાકિસ્તાનના બાબર આઝમને...

પાકિસ્તાનના બાબર આઝમને પછાડી ભારતનો શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે ODI રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે લેટેસ્ટ ICC રેન્કિંગમાં નંબર 1 બની ગયો છે. ગિલે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને પછાડ્યો છે. શુભમન ગિલ 796 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર પહોંચ્યો છે, જ્યારે બાબર આઝમ 773 રેટિંગ સાથે બીજા સ્થાને સરકી ગયો છે.

બાબર આઝમ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રિકોણીય શ્રેણીમાં નિષ્ફળ ગયો હતો, જેના કારણે તેને લેટેસ્ટ ICC રેન્કિંગમાં નુકસાન થયું છે. બીજી તરફ શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 2 અડધી સદી અને એક સદી ફટકારી હતી.

શુભમન ગિલે વર્ષ 2019 માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને આ ખેલાડીએ અત્યાર સુધીમાં ફક્ત 50 ODI મેચ રમી છે અને આટલી ઓછી મેચોમાં જ આ ખેલાડી નંબર 1 ના સ્થાન પર પહોંચી ગયો છે. શુભમન ગિલે 60 થી વધુની સરેરાશથી 2587 રન બનાવ્યા છે. જેમાં ગિલે 7 સદી અને 15 અડધી સદી ફટકારી છે. ગિલે વનડે ક્રિકેટમાં બેવડી સદી પણ ફટકારી છે. ગિલ વનડેમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ખેલાડી પણ છે. આ જ કારણ છે કે ગિલ નંબર 1 ODI બેટ્સમેન બનવાને લાયક છે.

શુભમન ગિલ 2023ના નવેમ્બર મહિનામાં પણ નંબર 1 ODI બેટ્સમેન બન્યો હતો, પરંતુ બાબરે ગિલ પાસેથી નંબર 1 નું સ્થાન છીનવી લીધું. હવે ફરી એકવાર ગિલ બાબરને હરાવવામાં સફળ રહ્યો છે. જોકે, આ રેન્કિંગ જાળવી રાખવા માટે શુભમન ગિલને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવું પડશે. ગિલ હાલમાં સારા ફોર્મમાં છે અને જો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વધુ રન બનાવશે તો તે બાબરથી ઘણો આગળ નીકળી જશે.

લેટેસ્ટ ODI રેન્કિંગમાં શુભમન ગિલ પ્રથમ સ્થાને છે, જ્યારે બાબર આઝમ બીજા સ્થાને છે. રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. હેનરિક ક્લાસેન એક સ્થાન ઉપર આવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ પાંચમા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી છઠ્ઠા નંબર પર છે. હેરી ટેક્ટર સાતમા અને ચરિત અસલંકા આઠમાં સ્થાને છે. શ્રેયસ અય્યર નવમા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે શે હોપ 10મા નંબરે છે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....