ન્યૂઝિલેન્ડ ક્રિક્ટ ટીમનું ભારતમાં જોરદાર સ્વાગત કરાયું, અફઘાનિસ્તાન સાથેની શ્રેણી માટે ટીમ ભારત આવી
સમરીઃ
ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે. ગુરુવારે ભારત પહોંચતા ન્યૂઝીલેન્ડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે આ શ્રેણી માટે અફઘાનિસ્તાનને કરી છે ખાસ મદદ વાંચો વિગતવાર.
સ્ટોરીઃ
ન્યૂઝિલેન્ડની ક્રિકેટ ટીમ આજે સવારે 5.40 કલાકે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં હોટેલ પહોંચતા જ ટીમનું ફૂલોની વર્ષા કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે ન્યૂઝિલેન્ડની ક્રિકેટ ટીમ ભારત પહોંચી તે પહેલા અફઘાનિસ્તાનની ટીમ 28 ઓગસ્ટે ભારત પહોંચી હતી. વાસ્તવમાં, ભારતે અફઘાનિસ્તાનને ભારતીય સ્ટેડિયમમાં યજમાન બનવાની તક આપી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ભારતીય સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચની યજમાની કરશે. આ મેચ 9 સપ્ટેમ્બરથી નોઈડાના વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાશે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનની સ્થિતિને કારણે ત્યાં ક્રિકેટ મેચો શક્ય નથી, તેથી સુરક્ષા કારણોસર કોઈ ટીમ ત્યાં પ્રવાસ કરવાનું પસંદ કરતી નથી. હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત પાસેથી મદદ માંગ્યા બાદ બીસીસીઆઈએ ફરી એકવાર અફઘાનિસ્તાનને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે.