ધીમે પરંતુ મક્કમ ગતિએ લોકપ્રિય થઈ રહી છે સરકારી શાળાઓ, આ વર્ષે 2.29 લાખ વિદ્યાર્થીઓએ ખાનગીને બદલે સરકારી શાળા પર પસંદગી ઉતારી
સમરીઃ
છેલ્લા એક વર્ષમાં રાજ્યના 2.29 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. જેની પાછળ વધુ પડતી ફીઝ, ખાનગી શાળાની કનડગત વગેરે કારણભૂત છે.
સ્ટોરીઃ
ગુજરાતમાં સરકારી શાળાઓની લોકપ્રિયતા વધી રહી છે. જો કે આ ગતિ ધીમી છે પરંતુ મકક્મ છે. ગુજરાતના અનેક વાલીઓએ તેમના સંતાનોની સ્કૂલ બદલીને ખાનગીમાંથી સરકારી શાળા પર પસંદગી ઉતારી છે.
મધ્યમ અને નીમ્ન મધ્યમ વર્ગના પરિવારો માટે શિક્ષણના વધતાં જતાં ખર્ચાને પહોંચી વળવા શક્ય નથી. તેથી આ વર્ગે પોતાના સંતાનોનો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે સરકારી સ્કૂલોમાં પ્રવેશ કરાવ્યો છે.
શિક્ષણ વિભાગ અનુસાર 2024-25ના શૈક્ષણિક વર્ષમાં બાલવાટિકાથી ધોરણ-12 સુધીના કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં પ્રવેશ લીધો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 37,786 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે, જયારે સુરત શહેરના કુલ 22,892 વિદ્યાર્થીઓએ આ પગલું ભર્યુ છે.