દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું, દક્ષિણ ભારતના રાજ્યોમાં પૂરની સ્થિતિ

સમરીઃ
સમગ્ર દેશમાં ચોમાસાનો વરસાદ તેની ચરમસીમા પર છે. દક્ષિણ ભારતમાં તો સ્થિતિ બદથી બદતર બની રહી છે. ભારે વરસાદને કારણે દક્ષિણી રાજ્યોમાં જનજીવન ખોરવાઈ ગયું છે.

સ્ટોરીઃ
ભારતમાં મોટાભાગના રાજ્યોમાં વરસાદે માઝા મુકી છે. ગુજરાત રાજસ્થાનમાં અનેક નદીઓ છલકાઈ ગઈ છે. દક્ષિણ ભારતમાં તો સ્થિતિ બદથી બદતર બની રહી છે. દક્ષિણના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે.
આંધ્રપ્રદેશની બુડામેરુ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ નદીને લીધે માત્ર આંધ્રપ્રદેશના 5 જિલ્લાના 249 ગામડાઓ અસરગ્રસ્ત થયા છે. આ ગામોમાંથી અત્યારસુધી કુલ 13000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
તેલંગાણામાં વરસાદને લીધે રેલવે વ્યવહાર પણ ખોટકાયો છે. કુલ 50 ટ્રેન રૂટ ડિસ્ટર્બ થયા છે. જેમાં 20 રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે જ્યારે 30થી વધુ રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે.
દક્ષિણ ભારતના ડેમોમાં પાણીની સપાટી ભયજનક સ્થિતિ વટાવી ચૂકી છે. વિજયવાડાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. આ વિસ્તારોમાં એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં જીવનજરૂરી ચીજ વસ્તુઓનો સપ્લાય પૂરો પાડવામાં આવી રહ્યો છે.