દિલ્હી હાઈકોર્ટે વીકીપીડિયાને નોટિસ ફટકારી, આદેશનું પાલન ન કરવા પર કડક પગલાંની ચીમકી ઉચ્ચારી
સમરીઃ
વીકીપીડિયા મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં ખટલો ચાલી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વીકીપીડિયાને ભારત પસંદ ન હોય તો શા માટે દેશમાં કાર્યરત છો તેવો તીખો સવાલ પુછીને એક નોટિસ પણ ફટકારી છે.
સ્ટોરીઃ
દિલ્હી હાઈકોર્ટે વિકિપીડિયાને એક નોટિસ ફટકારી અને પુછ્યું છે કે, ન્યૂઝ એજન્સીના પેજમાં ફેરફાર કરનારાઓની માહિતી માગતા આદેશનું પાલન કેમ કર્યું નથી.
ન્યાયમૂર્તિ નવીન ચાવલાની ખંડપીઠે કહ્યું કે જો ભવિષ્યમાં કોર્ટના આદેશોનું પાલન કરવામાં નહીં આવે તો અમે કડક પગલાં લઈશું. કોર્ટે સુનાવણીની આગામી તારીખ 25 ઓક્ટોબર નક્કી કરી અને વીકીપીડિયાના પ્રતિનિધિને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો.
ગુરુવારે સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટ અગાઉના આદેશનું પાલન ન કરવા બદલ વીકીપીડિયા પર ગુસ્સે થઈ ગઈ હતી અને કહ્યું હતું કે જો આદેશનું વધુ પાલન કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, તમારું હેડક્વાર્ટર ભારતમાં નથી, તેનો કોઈ અર્થ નથી. અમે સરકારને ભારતમાં તમારા વ્યવસાયને બંધ કરવા માટે કહીશું. જો તમે દેશના કાયદાનું પાલન નહીં કરો તો તમારે અહીં કામ ન કરવું જોઈએ.