સમરીઃ
આજે સવારે તાઈવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકાથી લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
સ્ટોરીઃ
મળતી માહિતી અનુસાર તાઈવાનમાં આજે સવારે ભારે ભૂકંપ આવ્યો હતો. 6.3ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાહટનો માહોલ છવાયો હતો. ઈમારતો રીતસરની ઝુલવા લાગતા લોકો દોડીને ઘર અને ઓફિસની બહાર આવી ગયા હતા.
તાઈવાનના સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા 6.3 મપાઈ હતી. અત્યાર સુધી ભૂકંપથી કોઈ જાનહાનિના કે માલહાનિના અહેવાલ તો સામે આવ્યા નથી પરંતુ ભૂકંપનો આંચકો ભારે હોવાથી લોકોમાં ડર ફેલાયો હતો.
તાઈવાનમાં હાલમાં મેટ્રો સેવાઓ ધીમી ગતિએ ચાલુ છે. લોકો માટે સમુદ્ર સંબંધિત હાઇવે પર ગાડી હંકારતી વખતે સાવચેત રહેવા કહેવાયું છે.