ચેમ્પિયન્સ ટ્રોફિ સંદર્ભે પાકિસ્તાને ઠાલવી હૈયાવરાળ, મોહસીન નકવીએ આપ્યું નિવેદન
સમરીઃ
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તા ન જશે કેમ તે વિવાદનો મધપુડો ફરીથી છંછેડાયો છે. એક તરફ ભારત પાકિસ્તા નહીં જાય અને આ ટ્રોફી પાકિસ્તાનની બહાર ક્યાંય યોજાશે નહીં તેવી સ્પષ્ટતા મોહસીન નકવીએ કરી છે.
સ્ટોરીઃ
ચેમ્પિયન્સ ટ્રોફી સંદર્ભે વિવાદ વકરતો જ જાય છે. આ વિવાદમાં નવો મધપૂડો ત્યારે છેડાયો જ્યારે PCBના ચીફ મોહસિન નક્વી એ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં જ રમાશે. નકવીએ આ ટ્રોફી બાબતે ભારત સાથે સંપર્ક કર્યો હોવાનું રટણ પણ કર્યુ છે.
જો પાકિસ્તાન ભારતને મનાવવામાં નિષ્ફળ રહેશે તો અન્ય દેશો પર પણ તેની વિપરિત અસર પડી શકે છે. બન્ને દેશોના સંબંધોને જોતા ભારતીય ટીમ પાકિસ્તાન રમવા જવાનું ટાળશે તેવી ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નક્વીએ દાવો કર્યો છે કે તેમની ટુર્નામેન્ટને લઈને BCCI સાથે વાત ચાલી રહી છે.
ભારતે ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ હવે સૌ કોઈની નજર ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. 2025માં 8 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવા જઈ રહી છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારત પાકિસ્તાનમાં રમવા માટે જશે?