Monday, January 19, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
Homestateગુજરાત સરકાર યોજશે...

ગુજરાત સરકાર યોજશે ‘સાગરખેડૂ સાયકલ રેલી’, સાગરકાંઠા નિવાસીઓની જિંદગી વિશે જાણી શકાશે વધુ બારીકાઈથી

સમરીઃ
ગુજરાત સરકારે સાગરકાંઠે વસતા નાગરિકોનું જીવન, કળા-કૌશલ્ય અને સંસ્કૃતિને વધુ બારીકાઈથી યુવકો જાણી શકે તે માટે ‘સાગરખેડૂ સાયકલ રેલી’નું આયોજન કરવાનું નક્કી કર્યુ છે. નવેમ્બર 2024માં આ સાયકલ રેલી યોજાશે.

WhatsApp Image 2024 08 16 at 18.07.32 10139363

સ્ટોરીઃ
દરિયા કિનારે વસતી માનવ વસાહતનું લોકજીવન કેવું છે તે યુવકો સારી રીતે જાણી શકે, સમજી શકે તે માટે ગુજરાત સરકારે ‘સાગરખેડૂ સાયકલ રેલી’નું આયોજન કર્યુ છે. આ સાયકલ રેલી નવેમ્બર 2024માં યોજાશે.

આ સાયકલ રેલીમાં સહભાગી થવા માટે રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ આગામી તારીખ 31મી ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. આ સાયકલ રેલી જામનગર, આણંદ અને વલસાડ જિલ્લામાં યોજાશે. આ માહિતી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ જાહેર કરી છે.

યુવક-યુવતીઓએ જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાના અરજી ફોર્મમાં દર્શાવેલી તમામ વિગતો ભરીને, તેની સાથે શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે જમા કરાવવાનું રહેશે.

પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા યુવક-યુવતિઓની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ યુવક-યુવતિઓને પસંદગી અંગે ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....