સમરીઃ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા સત્તાવાર કરવામાં આવેલ જાહેરાત અનુસાર યુ.જી.માં અંદાજે 15 હજારથી વધારે અને પી.જી.માં 6 હજાર જેટલી બેઠકો ખાલી રહી છે.
સ્ટોરીઃ
ધો.12ના પરિણામ બાદ પહેલી વખત જીકાસના માધ્યમથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. રજિસ્ટ્રેશન બાદ ભારે વિવાદ અને વિદ્યાર્થીઓ આંદોલન બાદ પ્રવેશ ફાળવણીની કામગીરી જે તે યુનિવર્સિટીઓને સોંપી દેવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા અલગ પોર્ટલથી વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા આખરે પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં યુજી-પીજીમાં મળીને કુલ 65 હજાર જેટલા વિદ્યાર્થીઓને જુદી જુદી કોલેજોમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવી હતી.
હાલમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં અંડર ગ્રેજ્યુએશન કોર્સની કુલ 65797 બેઠકો ઉપલબ્ધ હતી. જે પૈકી જીકાસના માધ્યમથી 50094 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. આ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં કુલ 21624 બેઠકો ઉપલબ્ધ હતી તે પૈકી હાલમાં 15903 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે.