38°C
December 4, 2024
Entertainment

ગદર-૨ બાદ પઠાણ પણ સ્ત્રી-૨ સામે હારી ગઈ, સૌથી વધુ કમાણી કરનાર ૩જી ફિલ્મ બની

  • September 10, 2024
  • 1 min read
ગદર-૨ બાદ પઠાણ પણ સ્ત્રી-૨ સામે હારી ગઈ, સૌથી વધુ કમાણી કરનાર ૩જી ફિલ્મ બની

સમરીઃ

સ્ત્રી 2 એ હવે શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ ‘પઠાણ’નો કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ૨ દિવસ અગાઉ સ્ત્રી-૨એ ભારતીય સીનેમાની મહાન ફિલ્મ ગદર-૨નો રેકોર્ડ તોડીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે સમાચાર આવ્યા છે કે પઠાણ પણ સ્ત્રી-૨ સામે હારી ગઈ છે.

સ્ટોરીઃ

ડોમેસ્ટિક બોક્ષ ઓફિસમાં ગદર-૨ને પછાડ્યા બાદ સ્ત્રી-૨એ શાહરૂખની પઠાણને પાછળ રાખી દીધી છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ એ હવે પઠાણને પણ માત આપી છે.

સ્ત્રી-2 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી અને તેની 25મા દિવસની કમાણી સાથે, ફિલ્મે 2023ની શાહરૂખ ખાનની પ્રથમ ફિલ્મ પઠાણને સ્થાનિક કમાણીમાં પછાડી દીધી છે. આમ કરવાથી સ્ત્રી 2 ભારતીય સિનેમાની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

હવે સ્ત્રી 2ની સામે માત્ર રણબીર કપૂરની એનિમલ અને શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના રેકોર્ડ્સ બાકી છે. સ્ટ્રી 2 બોક્સ ઓફિસ પર તેના ચાર અઠવાડિયા પૂરા કરવા જઈ રહી છે. આ અઠવાડિયામાં, ફિલ્મે વિશ્વભરમાં રૂ. 700 કરોડ અને સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 551.44 કરોડનું નેટ કલેક્શન કર્યુ છે.

About Author

Nikhil jain

Nikhil Jain is the founder of Just Now News, a news channel and website dedicated to timely and accurate reporting. Just Now News, with its website justnownews.in, aims to provide up-to-date information across various topics to its audience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *