Tuesday, January 13, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
Homestateકોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી...

કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસસર બદલવા સંદર્ભે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે વિનામૂલ્યે બદલી શકાશે પ્રોસેસર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે સંવેદનશીલ નિર્ણય કરાયો છે. ગુજરાત વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિયમ-44 મુજબ આરોગ્ય વિષયક મહત્વની જાહેરાત કરી હતી.

જે બાળકોનું સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય જેવા કિસ્સાઓમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

અગાઉ જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલ હોય તેવા બાળકોને બીજી વખત ઇમ્પ્લાન્ટ પ્રોસસર બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના 90 ટકા અને વાલી દ્વારા 10 ટકા ફાળો આપવાનું નક્કી કરાયું હતું.

બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય લેવાયો મોટો નિર્ણય

પરંતુ રાજ્ય સરકારે બાળકો પ્રત્યે સંવેદના દાખવીને સંપૂર્ણપણે આ પ્રોસેસર બદલવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે બાળકોના માતા-પિતાને એક પણ રૂપિયાના ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં. રાજ્યમાં હાલ રાજ્યમાં 1365 જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસસર કીટ બદલવા માટે Identify કરાયા છે .જે પૈકી ચાલુ વર્ષે 700 જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્ષ્ટર્નલ પ્રોસેસર બદલવાની તાકીદે જરૂરિયાત જણાઇ આવી છે. જેમાં એસેસમેન્ટ, ફીટીંગ અને મેપીંગ કેપેસીટીનો સમાવેશ થાય છે. એક બાળકદીઠ અંદાજીત રૂપિયા 5 લાખનો ખર્ચ થશે. આમ અંદાજીત 35 કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ મળશે.

કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરીના પ્રોસેસર વિનામૂલ્યે બદલી શકાશે !

અત્રે નોંધનીય છે કે, છેલ્લા 10 વર્ષમાં રાજ્યના 3163 જેટલા બાળકોની 221 કરોડ રુપિયાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ સર્જરી કરાય છે જેનો અંદાજીત ખર્ચ ૭ લાખ રુપિયા છે.

આ ઇમ્પ્લાન્ટમાં વપરાતા પ્રોસેસર સમય જતા, ટેકનોલોજી એડવાન્સ થતા, અપગ્રેડ થતા, ટેકનોલોજી અપડેટ થતા કેટલાક કિસ્સામાં બદલવાની જરૂર રહે છે . વધુમાં કેટલાક કિસ્સામાં ખોવાઇ જાય, તૂટી જાવાના કારણે પણ બાળક પોતાની શ્રવણ શક્તિ ફરી ગુમાવી ન બેસે તે માટે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે.

એક વખત કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કર્યા બાદ બાળકને 100 સ્પીચ થેરાપીના સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાય છે.સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા આરોગ્ય કાર્યક્રમના તમામ બાળ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ ,એસ.ટી. ના ભાવ મુજબ આપવામાં આવે છે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....