સમરીઃ
કેન્દ્ર સરકારે કોલેજ અને યુનિવર્સિટી માટેનો 9મો રેન્કિંગ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ગુજરાતમાંથી IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીનું ટોપ 100માં સ્થાન મળ્યું છે. જો કે આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બન્ને કેટેગરીમાં ગુજરાતની એક પણ ખાનગી યુનિવર્સિટી ટોપ 100માં નથી.
સ્ટોરીઃ
કોલેજ અને યુનિવર્સિટી માટેનો 9મો રેન્કિંગ રિપોર્ટ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. ગુજરાતમાંથી IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીનું ટોપ 100માં સ્થાન મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બન્નેમાં સ્થાન પામી છે.
NIRF Ranking 2024 રિપોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી અને આઇઆઇટી ગાંધીનગર ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન પામ્યું છે. પ્રથમવાર કૉલેજ કેટેગરીમાં ગુજરાતની એક પણ કૉલેજ દેશના ટોપ 100 રેન્કમાં આવી નથી. જ્યારે ગુજરાત યુનિવર્સિટી સહિતની ઘણી શૈક્ષણિક સંસ્થાના વિવિધ કેટેગરીમાં સ્કોર વધવા છતાં અરજીઓ વધવાને લીધે રેન્કિંગમાં પાછળ ધકેલાઈ છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી ઓવરઓલ કેટેગરીમાં 85માં રેન્કથી 94 અને યુનિવર્સિટી કેટેગરીમાં 61થી 76માં રેન્ક પર પહોંચી ગઈ છે.
આ વર્ષે 6517 સંસ્થાઓની 10845 યુનિવર્સિટી-કૉલેજે જુદી જુદી કેટેગરીમાં અરજી કરી હતી. રેન્કિંગમાં આઇઆઇટી ગાંધીનગર આ વર્ષે 24મા રેન્કથી નીચે ઉતરીને 29મા રેન્ક પર આવી છે. જ્યારે રાજ્યની સૌથી મોટી અને જૂની સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી પણ રેન્કમાં 85થી 94મા રેન્ક પર પહોંચી છે.