એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ઈન્ડિયાએ જાપાનને ૩-1થી હરાવ્યું, પ્લેયર ઓફ ધ મેચ બન્યો અભિષેક
સમરીઃ
ભારતીય હોકી ટીમે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની તેની બીજી મેચમાં જાપાનને ૩-1થી હરાવ્યું. આ શાનદાર જીત સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ફરી એકવાર આ ખિતાબ હાંસલ કરવા તરફ વધુ એક ડગલું આગળ વધ્યું છે.
સ્ટોરીઃ
એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને જાપાનને 3-1થી હરાવીને સતત બીજી જીત નોંધાવી છે. ભારત માટે સુખજીત સિંહ (, અભિષેક, સંજય અને ઉત્તમ સિંહે ગોલ કર્યા હતા. જ્યારે જાપાન માટે એકમાત્ર ગોલ માત્સુમોટોએ કર્યો હતો.
પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમે જાપાન સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. જાપાનની ટીમ પોતાની વ્યૂહરચના અમલમાં મૂકે તે પહેલા જ ભારતે ગોલ કરીને તેના પર દબાણ બનાવ્યું હતું. મેચની પહેલી જ મિનિટમાં સુખજીતે ભારત માટે પહેલો ગોલ કર્યો હતો. ત્યાર બાદ બીજી મિનિટે અભિષેકે બીજો ગોલ કરીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું.
ટીમ ઈન્ડિયાએ બીજા ક્વાર્ટરમાં પણ પોતાની મજબૂત રમત ચાલુ રાખી અને જાપાન પર જોરદાર હુમલો કર્યો. 17મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર સંજયે શાનદાર ગોલ કરીને ભારતને 3-0થી આગળ કરી દીધું. જાપાને આ ક્વાર્ટરમાં ગોલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે બોલને ગોલ પોસ્ટમાં નાખવામાં નિષ્ફળ રહ્યો હતો. હાફ ટાઈમ સુધીમાં ભારતે જાપાન ઉપર 3-0ની નોંધપાત્ર લીડ મેળવી લીધી હતી.
જાપાન પર ભારતીય હોકી ટીમની આ વિસ્ફોટક જીતનો હીરો હતો સ્ટાર ફોરવર્ડ ખેલાડી અભિષેક. મેચની બીજી જ મિનિટમાં અભિષેકે સમગ્ર મેચમાં શાનદાર રમત રમી અને જાપાનના ઘણા ખેલાડીઓને ચકમો આપીને શાનદાર ફિલ્ડ ગોલ કર્યો. જેના માટે તેને હીરો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.