આંખોમાં નંબરની સમસ્યામાં રાહત આપતા પ્રેસ્વુ આઈ ડ્રોપને અપાઈ મંજૂરી
સમરીઃ
ભારતની ‘ડ્રગ રેગ્યુલેટરી એજન્સી’(દવા નિયમનકારી એજન્સી)એ ચશ્માની જરૂરિયાતમાંથી મુક્તિ આપે એવી દવાને મંજૂરી આપી છે. ‘એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સ’ દ્વારા વિકસાવવામાં આવેલા આ આઇ-ડ્રોપનું નામ છે ‘પ્રેસ્વુ’.
સ્ટોરીઃ
‘પ્રેસ્વુ’ પિલોકાર્પિનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જે આંખની કીકીના કદને ઘટાડીને પ્રેસ્બાયોપિયાની સારવાર કરે છે, જેનાથી વસ્તુઓને નજીકથી જોવાની ક્ષમતામાં વધારો થાય છે.
એનો વપરાશ કરવો સરળ છે. ‘પ્રેસ્વુ’નું ફક્ત એક ટીપું આંખમાં મૂકવાથી એની અસર છ કલાક સુધી ચાલે છે. ત્યારબાદ છ કલાક દરમિયાન બીજું ટીપું મૂકી દેવામાં આવે તો દવાની અસર વધુ લાંબા સમય સુધી ચાલતી હોય છે.
‘પ્રેસ્વુ’ને ભારતીયોની આંખો પર પરીક્ષણ કરીને બનાવવામાં આવી છે. દેશના ૧૦ અલગ અલગ સ્થળોએ 250 થી વધુ લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કર્યા બાદ એના પરિણામ હકારાત્મક મળતાં આ દવાને મંજૂરી આપવામાં આવી છે. ભારતની ‘ડ્રગ રેગ્યુલેટરી એજન્સી’એ આ દવાને મંજૂરી આપી છે.