અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા, સુરત નજીક બન્યો બનાવ
સમરીઃ
અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અલગ થવાની ઘટનાને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
સ્ટોરીઃ
સુરતના ગોઠણ અને કુદસદ વચ્ચે અમદાવાદથી મુંબઇ તરફ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા. ઘટના બનતા જ ભયંકર અવાજ થયો હતો અને ટ્રેન થોભાવી દેવામાં આવી હતી. ઘટના બન્યા બાદ સત્વરે મુસાફરો રેલવેમાંથી નીચે ઉતરી પડ્યા હતા.
ઘટનાના સમાચાર મળતા જ રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાથી અમદાવાદથી મુંબઈ તરફ થતો રેલવે વાહન વ્યવહાર ખોરવાયો છે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે. ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવી માહિતી રેલવે વિભાગ તરફથી આપવામાં આવી રહી છે.