અંબાજી-આબુ હાઈવે પર ભેખડો ધસી પડી, એક તરફનો માર્ગ થયો બંધ
સમરીઃ
અંબાજીથી આબુ તરફ જતા હાઈવે પર ભીષણ ભેખડો ધસી પડી છે. જેના લીધે એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. માત્ર એક માર્ગથી થતા વાહન વ્યવહારને પરિણામે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.
સ્ટોરીઃ
અંબાજીથી આબુરોડ જતા હાઈવે પર અંબાજી નજીક ભેખડો ધસી પડી છે. જેથી એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લઈ રહી છે.
અંબાજીથી આબુરોડ હાઈવે માર્ગ પર છાપરી ગામ નજીક પહાડ ઉપરથી ભેખડો ધસી પડતા હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. રાજસ્થાન પોલીસે તાત્કાલીક એક તરફનો માર્ગ બંધ કર્યો છે. સદનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી.
આ ફોર લેન હાઈવે પર આબુ, જયપુર, ઉદયપુર, જોધપુર તરફ હજારો વાહનો આ માર્ગથી પસાર થાય છે. આજે ભેખડો ધસી પડવાને લીધે એકતરફનો માર્ગ બંધ થઈ ગયો છે. તંત્ર અને પોલીસે સત્વરે કામગીરી હાથ ધરી છે. વાહનોને એક તરફી માર્ગ પર રવાના કરવામાં આવ્યા છે.